મોરબીના વીસિપરા વિસ્તારમાં આવેલ કુલીનગર વિસ્તારમાં આ કામના આરોપીના રહેણાંક મકાનમાંથી ૫૫ બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આ બાબતે પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૧ આરોપી મોસીનભાઈ જુમાભાઈ માલાણીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૫૫ જેની કિંમત રૂ.૨૧૬૭૦ નો મુદામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સાજીદ કાદરભાઈ લધાણી તથા મોસીનભાઈ જુમાભાઈ માલાણી રહે. બંને વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૧ મોરબીવાળા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
