મોરબીના વિરાટનગર (રંગપર) ખાતે આવેલ બુટભવાની મંદિર ખાતે સમગ્ર વડસોલા પતિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મદેવ યતીનભાઈ દવેના શાસ્ત્રી સ્થાને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મંત્રોચ્ચાર સાથે ભવ્ય અને દિવ્ય યજ્ઞ સંપન્ન થયો જેમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માં ધો.૧૦ અને ૧૨ તેમજ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું.

ધો.૧૦માં ખુશી પરેશભાઈ, દિવ્ય રમેશભાઈ, એકતા હસુમખભાઈ,પલક રાજેશભાઈ સંજના હિતેશભાઈ, જાનવી હસમુખભાઈ, ધો.૧૨માં નેહા સુરેશભાઈ,એકતા રાજેશભાઈ ભવ્ય ધનજીભાઈ, નમન જગદીશભાઈ, નિટ એક્ઝામમાં આર્ય ભરતભાઈ,ભવ્ય જયનભાઈ, કમ્પ્યુટર એન્જિનિયર બંસી પરેશભાઈ,બી.એસ.સી.માં મિત ગુણવંતભાઈ, યુક્તિ વિજયભાઈ,સિવિલ એન્જિનિયરમાં કિશન સુરેશભાઈ ક્રિશ્ના ભરતભાઈ બી.એસ.સી. બાયોટેક, ડો.હિતારથી દિનેશભાઈ MBBS ડો.પ્રેક્ષા તરુણભાઈ M.D.ડો. તરુણ દિનેશભાઈ વડસોલા M.S.વગેરે તેજસ્વી તારલાનું અદકેરું સન્માન કરાયું હતું. તેમજ કોમનમેન ફાઉન્ડેશન આયોજિત આદર્શ માતા કસોટીમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ કિંજલબેન જગદીશભાઈ વડસોલાનું પણ આ તકે સન્માન કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે, મોરબીના વિરાટનગર (રંગપર) ખાતે આવેલ બુટભવાની મંદિર ખાતે સમગ્ર વડસોલા પતિવાર દ્વારા દર વર્ષે દશેરાના તહેવાર નિમિત્તે પંચકુંડી યજ્ઞ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, કોરોના કાળના કારણે છેલ્લા બે વર્ષથી યજ્ઞવિધિ થઈ શકી ન હતી પણ ચાલુ વર્ષે યજ્ઞનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું.