મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર આવેલ શ્રીજી પાર્કમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરોધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્કમાં સરદાર પેલેસના રહેણાંક મકાનમાં આરોપી સંજય નાનજીભાઈ દેત્રોજા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવી રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી સંજય નાનજીભાઈ દેત્રોજા, હિમાંશુ વિનોદરાય ઠાકર, નિલેશ વલમજીભાઈ દેત્રોજા, જયેશ પ્રભુભાઈ અધારા અને બિપિન કુંવરજીભાઇ ગાંમ્ભવાને રોકડા રૂપિયા 36,200 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.