Friday, April 18, 2025

મોરબીના વાવડી ચોકડી નજીક હત્યાનો બનાવ

Advertisement
Advertisement
Advertisement

મૂળ મોરબી તાલુકાના ભરતનગર નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસની બાજુમાં વિકાસ સોંપીગ સેન્ટર પાછળ ગોડાઉનમાં રહેતા નિખીલભાઈ શીવલાલ બારેજીયા (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના “રાધીકા સેલ્સ એજન્સી” માં કામ કરતા રાજેશભાઇ કાંતિલાલ જોષી ઉ.વ. અંદાજે ૨૨ રહે. ઓડેદર ગામ તા.જી.પોરબંદર હાલ રહે.ટીંબડી પાટીયા, ફરીયાદીના ગોડાઉનમાં સેલ્સમેન તથા ડ્રાઇવર તરીકે કામ કરતા હોય તે ગઇ કાલના રોજ વેપાર ધંધા માટે મોરબી ટાઉનમાં ગયેલ હોય તે વેપાર ધંધો કરી પરત ફરતા તેને વાવડી ચોકડી નજીક કોઇ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર માથાના ભાગે કોઇ બોથડ પદાર્થથી મારમારી તેમજ શરીરે મુંઢ ઇજા કરી અજાણ્યા વક્તિએ ગંભીર જીવલેણ ઇજા કરી મોત નીપજાવતા ગુન્હો હત્યામાં પલટાયો છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,053

TRENDING NOW