મોરબી ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સાંઈ લેબોરેટરી દ્વારા સંસ્થાના વાવડી સ્થિત સાર્વજનિક દવાખાનામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તદ્દન નજીવા દરે લોકોને મેડિકલ રિપોર્ટ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં 35થી વધુ વ્યક્તિઓ પોતાના રિપોર્ટ ચેક કરાવ્યા હતા.
જેમાં ભાઈઓ અને બહેનોએ મેડિકલ રિપોર્ટ કરાવી કેમ્પનો લાભ લીધો હતો. જેમાં મઘ્યમ વર્ગના લોકોને પોસાય એવાં દરથી, લોહી પેશાબ ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પ માં ડૉ. હાર્દિક પટેલ એ પોતાની સેવા સંસ્થા માં આપી હતી. તેમજ લેબ ટિમ તરફથી રવિભાઈ મકવાણા, કિશનભાઈ વાઘડિયા, તેમજ હિરેનભાઈ સેવામાં હાજર રહ્યા હતા. આ કેમ્પની સફળતા બાદ હવે આવનારા દિવસોમાં સંસ્થા વધુને વધુ મેડિકલ ક્ષેત્રે લોકોને ફાયદો થાય અને મધ્યમ વર્ગને પોસાય એવા દરથી બીજા વધુ સારા કેમ્પ કરશે તેમજ ભવિષ્યમાં આગળ વધુ હેલ્થ જાગૃતિ લાવી શકવા અને સેવા કરી શકેશે તેમ સંસ્થાના પ્રમુખ ડૉ.ચિરાગભાઈ ચૌહાણએ જણાવ્યું હતું.
