મોરબીના લીલાપર ચોકડી નજીક ડમ્પર ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ત્યાંથી નાશી છુટ્યો હતો. આ બનાવ અંગે ડમ્પર ચાલક વિરૂધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળીત માહિતી મુજબ મોરબીના ઉમા ટાઉનશીપ ક્રાંતિજ્યોત હાઇટ્સમાં રહેતા ગોવિંદભાઈ કેશવજીભાઈ સવસાણીએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 25એપ્રિલનાં રોજ સાડા બારેક વાગ્યાનાં અરસામાં ફરિયાદી પોતાના ટીવીએસ સ્ટાર સીટી મોટર સાયકલ રજી.નં.GJ-36-K-0869 પર ડબલસવારીમાં લીલાપર ચોકડીથી નવાગામની વચ્ચેનાં રસ્તે પસાર થઈ રહ્યાં હતાં. તે દરમ્યાન સનટચ લેમીનેટ કારખાના પાસે એક પીળા કલરનાં ડમ્પર જેની સાઈડ ઉપર અશ્વમેઘ હોટલ તથા એમ.પી.ઝાલા ભાયાતી જાંબુડિયા લખેલ હોય તેના ચાલકે ડમ્પર ફુલ સ્પીડમાં ચલાવી સામેથી આવી ફરિયાદીનાં મોટરસાયકલને ભટકાડી અકસ્માત કરી ફરિયાદી તથા સાહેદને રોડ ઉપર પાડી દેતા સાહેદને પગનાં ભાગે ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી. જ્યારે આરોપી ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર લઈ નાશી છુટ્યો હતો. પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.