મોરબીના લાલપર નજીક પસાર થતી કેનાલમાં પાણીમાં ડુબી જવાથી આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ નજીક વીર વચ્છરાજ હોટલની બાજુમાં પસાર થતી કેનાલમાં રામકૃષ્ણ સોસાયટી બ્લોક નં.C2 માં રહેતા ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ ચાવડા (ઉ.વ.49) કેનાલના પાણીમાં કુદયા હતા. જેની જાણ થતાં ફાયરબ્રિગેડના સલીમભાઈ નોબે, લખનભાઈ પરમાર દોડી ગયા હતા. અને ડૂબી ગયેલ આધેડ ધર્મેન્દ્રભાઈની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આધેડનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
