મોરબીના લાલપર ગામે પંજાબ નેશનલ બેંકનાં એટીએમ મશીનમાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો હોવોનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ મુળ બિહારના વતની અને હાલ મોરબીનાં મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ઝુલતા પુલ સામે રાજધાની કોમ્પલેક્ષમાં રહેતા પંજાબ નેશનલ બેંકનાં આસીસ્ટન્ટ મેનેજર રંધીરકુમાર રામેશ્વરપ્રસાદ રજકએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૩૧નાં રોજ વાંકાનેર નેશનલ હાઈવે લાલપર રીયલ પ્લાઝા દુકાન નં. ૫૨-૫૩માં આવેલા પંજાબ નેશનલ બેંકનાં એટીએમમાં ચોરી કરવાનાં ઈરાદે તોડફોડ કરી એટીએમ મશીનમાં નુકસાન કર્યુ હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ પરથી આગળની વધુ તપાસ હાથ ધરી છે.