મોરબીમાં શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલ લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ-મોરબી સિટીના સૌજન્યથી શાળાના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હેલ્થ ચેક-અપ કેમ્પમાં ડૉ. નિલેશભાઈ ભાડજા (માધવ ક્લિનીક) અને ડૉ. ધારવીબેન લોરીયાએ બાળકોના આરોગ્યની ચકાસણી કરી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે લાયન્સ કલબના રીજીયોનલ સેક્રેટરી રમેશભાઈ રૂપાલાએ કલબના સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમોની જાણકારી આપી હતી.પ્રમુખ ટી.સી. ફુલતરિયા એ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. સેક્રેટરી કેશુભાઈ દેત્રોજાએ કલબની વિવિધ સેવાઓ અંગેની જાણકારી આપી હતી. આ પ્રસંગે ખજાનચી નાનજીભાઈ મોરડીયા, લાયન્સ પરસોત્તમ કાલરીયા ઉપરાંત સ્કૂલ smc ના અધ્યક્ષ રાજેશભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળાના આચાર્ય ડૉ.અમૃતલાલ કાંજીયાએ સ્વાગત સત્કાર કરી પ્રસંગોચિત સંબોધન કર્યું હતું અને શાળા ના આસી શિક્ષક મગનભાઈ મોરડીયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળાના સ્ટાફ ભાવનાબેન જીવાણી, રશ્મિબેન મોરડીયા, નરેશભાઈ મારવાણીયા, મનીષાબેન પટેલ, સરોજબેન અગ્રાવત, અલ્પાબેન ટીલવા સહિતના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં શાળાના બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ લાભ લીધો હતો. જરૂર મુજબ સામાન્ય દવાઓ કલબના સહકારથી વિનામૂલ્યે આપવામાં આવી હતી.