મોરબી: લાયન્સનગરમાં રહેતો અને હોમલોનનુ કામ કરતો યુવક કોઈને કહ્યા વગર ઘેરથી ગુમ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી યુવાનની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર લાઇન્સનગરમાં આવેલ સરમાળીયા દાદાના મંદીર નજીક રહેતો અને મકાનોની હોમલોન કરાવવાનુ કામ કરતો ધીરજભાઇ વાલજીભાઇ ચાવડા (ઉ.વ.૨૨) નામનો યુવાન ગત તારીખ-૨૯ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસ્સામા ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. બાદમાં સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ ઘરમેળે શોધખોળ કરી હતી પરંતુ યુવાનનો આજદિન સુધી પત્તો ન મળતાં યુવકની માતા મીનાબેન વાલજીભાઇ ચાવડાએ પોતાના પુત્રની પોલીસમાં ગુમસુંદા થયાની નોંધ કરાવી છે. આથી, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે.