મોરબી: જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીઝન મોરબીના હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હોય દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ સમરતસીંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઇ બાલાસરાને ખાનગીરાહે હકિકત મળેલ કે સાગર નવઘણભાઇ ભરવાડ તથા વિજયભાઇ ચંદુભાઇ ચૌધરી (રહે. બંને મોરબી લાયન્સનગર શનાળા વાળાએ સાગર નવઘણભાઇ ભરવાડના રહેણાંક મકાને ઇગ્લીશદારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમીના આધારે રેઇડ કરી દરોડા પાડતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૪૯૫૦૦ના મુદામાલ સાથે આરોપી વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી અને અમિતભાઈ બકુલભાઈ કેવડીયા(રહે. નીલપરા તા. રાપર.જી. કચ્છ)ને ઝડપી પાડ્યા હતાં. તથા આરોપી સાગર નવઘણભાઇ ભરવાડ હાજર ન મળી આવતા ત્રણે વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર બી.પી.સોનારા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઇ મંઢ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઇ મિયાત્રા તથા મહાવીરસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઇ બાલસરા તથા ચકુભાઇ કરોતરા તથા ભરતભાઇ હુંબલ તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા સંજયભાઇ બાલાસરા તથા સમરતસિંહ ઝાલા વિગેરે જોડાયેલ હતા