મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાંથી ચોરી થયેલ એકટીવા લઈને નીકળેલા ઈસમને મોરબી એ ડીવીઝન પોલીસે મકરાણીવાસ રામઘાટ પાસેથી ઝડપી લીધો છે.
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન મકરાણી વાસ રામઘાટ પાસેથી એકટીવા લઈને જતા એક ઇસમ હાજી અકબર માણેક (ઉ.વ.૨૬) રહે વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને વાહનના કાગળો માંગતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ના હોય જેથી પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા એકટીવા તા. ૦૧ ના રોજ લાતીપ્લોટમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપીએ એકટીવા લાતીપ્લોટમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી ૩૦ હજારનું એકટીવા કબજે લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે જે અગાઉ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ૩ ચોરી, તાલુકા પોલીસ મથકમાં ૦૩ ચોરી, વાંકાનેર તાલુકા પોલીસમાં ૦૨ ચોરી, સુરેન્દ્રનગર સીટી પોલીસમાં ૦૧ ચોરી અને ગાંધીધામ અને રાજકોટ પોલીસ મથકમાં ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે.