મોરબી તાલુકાના લગધીરનગર (નવાગામ) ગામે વિલ્સન પોલીપેક કારખાનાની ઓરડીમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીને મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલ બાતમી આધારે મોરબીના લગધીરનગર (નવાગામ) ગામની સીમમાં આવેલ વિલ્સન પૉલીપેક કારખાનાની ઓરડીમાં જુગાર રમતા છોટુકુમાર ભોલાપ્રસાદ બીન (રહે. સરને, તાનિયતાબાદ, જી.ચંદૌલી, ઉત્તરપ્રદેશ), કિશોરભાઇ પ્રેમજીભાઇ પરમાર (રહે લીલાપર, મનુભાઇના મકાનમાં ભાડેથી, તા.જી.મોરબી મુળ રહે, સબ જેલ સામે, વણકરવાસ, મોરબી-૦૧), કિશોરભાઇ વિરજીભાઇ સેરશીયા ,(રહે લીલાપર, તા.જી.મોરબી) ને કુલ રૂ.૧,૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી જુગારધારા કલમ-૪, ૫ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.