મોરબી તાલુકાના લગધીરપુર રોડ ઉપર આવેલ સેનીસ સિરામીકની ગોડાઉનની ઓફીસમાં જુગાર રમતા આઠ ઇસમોને મોરબી તાલુકા પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલાને લખધીરપુર રોડ ઉપર આવેલ સેનીસ સિરામિક કારખાનામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેથી બાતમી આધારે પો.સ.ઇ. વી.જ.જેઠવા તથા સ્ટાફના માણસોને જુગાર રેઇડ કરી સેનીસ સિરામીકની ગોડાઉનની ઓફિસમાં જુગાર રમતા આરોપી જયમીનભાઇ પ્રાગજીભાઇ આદ્રોજા (રહે.રવાપર રોડ, લક્ષ્મીનગર તા.જી.મોરબી), પરસોત્તમભાઇ કેશવજીભાઇ ભોરણીયા (રહે. હરીઓમ પાર્ક, ઘુંટુ રોડ, તા.જી,મોરબી ૩) સુરેશભાઈ નારણભાઇ આદ્રોજા પટેલ (રહે. રવાપર રોડ, લક્ષ્મીનગર સોસાયટી, તા.જી.મોરબી), સંજયભાઇ ગણેશભાઇ વાઘરીયા (રહે બોનીપાર્ક, સ્વાપર રોડ, તા.જી.મોરબી), ભાવેશભાઇ ઓધવજીભાઇ જીવાણી (રહે. હરીઓમ પાર્ક પાછળ, ક્રિષ્ણા એપાર્ટમેન્ટ, તા.જી.મોરબી), જેન્તીલાલ મુળમાઇ સેરસીયા (રહે. મહેન્દ્રનગર, ધાયડી વિસ્તાર, આનંદનગર સોસાયટી), હાર્દિક લાભુભાઇ માકાસણા પટેલ (રહે. ચરાડવા, તા.હળવદ, જી.મોરબી), રાજેશમાઇ જશવંતભાઇ કનીજા (રહે. લાલપર, પ્લોટ વિસ્તાર, તા.જી.મોરબી)ને ઝડપી લીધા હતા. જુગારનો કુલ રૂ.૮,૪૧,૦૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી આઠેય ઈસમ વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. જીજ્ઞાશાબેન પ્રભુદાસભાઇ કણસાગરા, નરવિરસિંહ કનકસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. જયસુખભાઇ પ્રવિણભાઇ વીયાણી, યોગીરાજસિહ રાજેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ ઇન્દુલાલ આગલ, જગદીશભાઇ જાવણભાઇ ડાંગર, પો.કોન્સ, ફતેસંગ ધીરૂભા પરમાર, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા, જયદીભાઇ હર્ષદાર પટેલ તથા પંકજભા પ્રવિણભા ગુઢડા તથા રવિભાઇ ધીરૂભાઇ કીડીયા સહિતના જોડાયા હતા.