(અહેવાલ: મહેશ ચાવડા દ્વારા)
મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપૂર્ણિમાના પાવન અવસરે સવારે યજ્ઞ, સાંજે મહાઆરતી અને કુમારિકા પૂજન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માં ના સાનિધ્યમાં શરદ પુનમ નિમિતે ધાર્મિક મહોત્સવ ઉજવાયો હતો. જે મહોત્સવને સફળ બનાવવા દિલીપભાઈ દેવકરણનભાઈ, તથા નરભેરામ ભાઈ ,કરસનભાઈ દલસુખભાઈ, મહાદેવ ભગત તેમજ મુકેશ ભગત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
