મોરબી: આજે તુલસી જયંતી નિમિત્તે ઠેર-ઠેર તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે તુલસી દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

તા. ૨૫ ડીસેમ્બરના રોજ તુલસી જયંતી તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસની સેવાકીય કાર્યો થકી ઉજવી યાદગાર બનાવ્યો હતો. જેમાં રામધન આશ્રમમાં સવારે યજ્ઞ, મહાઆરતી, તુલસી પૂજન અને વસ્ત્ર તેમજ રાશનકીટ વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે ગાયોને ઘાસચારો ખવડાવી સેવાકાર્યો થકી તુલસી જયંતીની તથા ભાવેશ્વરીબેનના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું હતું.
