મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સી પાછળ જુગાર રમતા 3 પત્તાપ્રેમીને સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે બે ઈસમો ભાગી જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મોરબી એ ડિવિજન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે પોલીસે મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સીના પાછળના ભાગે રેડ કરી હતી. અને તીનપત્તીનો જુગાર રમતાં નિર્મળ ભગા બરસિયા (રહે.રવાપર), જયદીપ રમેશ ભાડજા (રહે.એવન્યુપાર્ક રવાપર રોડ) અને ચેતન ગંગારામ પાડલીયા (રહે.સરસ્વતી એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી) ને રોકડ રકમ રૂ.30,500 સાથે પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઈને ભાગી છૂટેલા સંદીપ ઉર્ફે કાશી જયંતિ રાંકજા (રહે.રવાપર) અને જય ઉર્ફે કારો ગંગારામ પટેલ (રહે.રવાપર)ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.