મોરબીના રફાળેશ્વર નજીક ગત તા.24 ના રોજ રોડ ક્રોસ કરતી વેળાએ ટ્રકના ચાલકે એક યુવાનને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. અને સારવારમાં ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામ નજીક ગત તા.24ના રોજ ગોવિંદ મહતો રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા ટ્રક નં.GJ36-V-8083ના ચાલકે ગોવિંદને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક ગોવિંદનાભાઈ પવનકુમાર મહંતોએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.