મોરબી:પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા મોરબી જીલ્લા નાઓએ પ્રોહી./જુગારની બદીને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી./જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા સુચના કરેલ હોય.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલ ઇ/ચા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફને વધુમાં વધુ પ્રોહી/જુગારના કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.જેઠવા નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને વધુમાં વધુ કેસો કરવા સુચના આપતા પો.મલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ તથા યોગીરાજસિંહ જાડેજા તથા અશોકભાઇ ખાંભરા નાઓને સંયુકત ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હોય કે, રફાળેશ્વર જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ રામદેવ એન્ડ બિશ્નોઇ હોટલવાળા રાજુ શંકરલાલ બિશ્નોઇ વાળાએ ઇગ્લીશદારૂનો જથ્થો મંગાવેલ હોય જે જથ્થો આજરોજ મોડીરાત્રીના એક ટ્રકમાં આવનાર છે.
વિગેરે મતલબેની મળેલ ખાનગી બાતમી હકીકત આધારે વોચ તપાસ દરમ્યાન હકીકતવાળો ટ્રક આવી હકીકતવાળી જગ્યાએ ઉભો રહેતા માલ મંગાવનાર તથા માલ લાવનાર ટ્રકમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારવા જતા તેઓને કોર્ડન કરી,શ્રવણરામ બાબુરામ જાંબુ/બિશ્નોઇ (ઉ.વ.૩૮, રહે.કાનાવાસીયા, તા.બિલાડા, જી.જોધપુર, રાજસ્થાન), (માલ લાવનાર)), હનુમાનરામ કાનારામ જાખડ/બિશ્નોઇ (ઉ.વ.૩૬, રહે. લાંબા, તા.બિલાડા, જી.જોધપુર, રાજસ્થાન. (માલ લાવનાર) ), રાજુ શંકરલાલ ખોખર/બિશ્નોઇ (ઉ.વ.૨૪, ધંધો-હોટલ રહે. હાલ-રફાળેશ્વર, રામદેવ એન્ડ બિશ્નોઇ હોટલ, તા.જી.મોરબી, મુળ રહે. રાવર, તા.બિલાડા, જી.જોધપુર, રાજસ્થાન) ને પકડી પાડી સદરહું ટ્રકને ચેક કરતા સદરહું ટ્રકના નીચેના ભાગે આવેલ ચોરખાનામાંથી તથા ટુલબોક્ષમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયરનો જથ્થો મળી આવતા મજકુર ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૬૪ કિં.રૂ.૨૯,૪૪૦/ તથા બીયરના ટીન નંગ-૪૫ કિં.રૂ.૪૫૦૦/- તથા એક ટાટા કંપનીનો ટ્રક રજી.નં. RJ-19-GF-7914 કિં.રૂ.૧૨,૦૦,૦૦૦/ મળી કુલ રૂ.૧૨,૩૩,૯૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. નરવિરસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ લક્ષ્મણભાઇ હુંબલ તથા જયસુખભાઇ પ્રવિણભાઇ વસીયાણી તથા યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ ધીરૂભા પરમાર તથા દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા જયદીપભાઇ હર્ષદભાઇ પટેલ તથા રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા તથા પંકજભા પ્રવિણભા ગુઢડા તથા અશોકભાઇ ધીરૂભાઇ ખાંભરા તથા છત્રપાલ શામળ તથા દિપસંગભાઇ ચૌહાણ નાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.