મોરબી: રણછોડનગરમાં રહેતો યુવાન ઘરેથી કામ પર જવાનુ કહી પરત ન ફરતા ગુમશુદાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગરમાં રહેતો સંદીપભાઈ સુરેશભાઈ ચૌહાણ (ઉં.વ.૩૬) નામનો યુવાન ગત તા. ૧૦નાં રોજ સવારનાં સાડા આઠ વાગ્યે ઘરેથી કામ પર જવાનું કહી નીકળ્યા બાદ પરત ઘરે ન ફરતા પરિવારજનોએ ઘરમેળે યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ યુવાનની કોઈ ભાળ ન મળતાં અંતે ગઈકાલે યુવાનનાં ભાઈ કિશનભાઈએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમસુદા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુદા નોંધ કરી યુવાનની શોધખોળ હાથ ધરેલ છે.