મોરબીના યુવા પત્રકાર યોગેશ રંગપડીયાનો આજે જન્મદિવસ
મંજીલે ઉન્હી કો મિલતી હૈ જીનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહી હોતા હૌંસલો સે હી ઉડાન હોતી હૈ !
મોરબી: સતત-અવિરત સક્રિય રહી મોરબી જિલ્લાના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ લોકો સુધી પહોંચાડતા, ખૂબીઓ લોકો સુધી પહોંચાડી પ્રેરણાત્મક બાબતોને ઉજાગર કરતા અને તંત્રની ખામીઓ સરકાર સુધી પહોંચાડી તંત્રની ખામીઓ દૂર કરી પ્રજાના પ્રાણ પ્રશ્નો હલ કરવા માટે અહર્નિશ સેવારત ચક્રવાત ન્યુઝ અને ગુજરાત મિરર ન્યુઝ તથા બુલેટિન ન્યુઝ ઈન્ડિયાના જાગૃત અને નીડર પત્રકાર યોગેશભાઈ રંગપડીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના સગા, સંબંધીઓ, સ્નેહીઓ, મિત્ર વર્તુળ વગેરે તરફથી ફોન કરી તથા રૂબરૂ મળિ શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે અને પરમકૃપાળુ પરમ પ્રેરક પરમાત્માને પ્રાર્થના કરી રહ્યા છે કે પરમાત્મા યોગેશભાઈને તનની તાજગી અર્પે,મનની મસ્તી અર્પે,દિલની દાનવીરતા અર્પે, દ્રષ્ટિની દીર્ઘતા અર્પે,આત્માની ઓજસ્વીતા અર્પે અને એમના વ્યકિતત્વને દેદીપ્યમાન બનાવે અને ભવિષ્યમાં પત્રકાર તરીકેની એમની કારકિર્દીમાં ઉચ્ચ સિદ્ધિઓના સોપાનો સર કરે એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.