Thursday, April 24, 2025

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગાનું વિતરણ કર્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગાનું વિતરણ કર્યું

મોરબીમાં હંમેશા દેશભકિત ઉજાગર કરીને લોકોમાં દેશ પ્રત્યેની ભાવના જગાવવા સતત સક્રીય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે તારીખ 25 જાન્યુઆરીના સાંજે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ લોકોને રાષ્ટ્રધ્વજના પ્રતીકરૂપી તિરંગાનું વિતરણ કરીને લોકોમાં દેશભક્તિ જાગૃત કરવાની સાથે મોરબીવાસીઓ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દરેક મોરબીવાસી પોતાના ઘર કે અન્ય સ્થળે તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી શકે તે માટે સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજના પ્રતીકરૂપે ત્રિરંગાના ચિન્હને મોરબીમાં આવેલ વિવિધ જાહેર જગ્યાઓએ વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્યે આદરભાવ અને રાષ્ટ્ર ભાવના પ્રગટાવાનો પ્રયાસ કરાયો છે. સાથેસાથે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આવતીકાલે 26મી જાન્યુઆરીના દિવસે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હ રૂપે લગાડી અથવા પોતપોતાના ઘર ઉપર તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW