મોરબીના માધાપર વિસ્તારમાં રસ્તા પર પડેલ ખાડામાં રીક્ષા ફસાઈ,
મોરબી જિલ્લામાં આમ તો કોઈ પણ રસ્તાઓ સારા ન ગણી શકાય તમામ રસ્તાઓની હાલત અતિ દયનીય છે ત્યારે અવારનવાર અકસ્માતો બનતા હોય છે વારંવાર વાહનો આવા ખાડાઓમાં ફસાતા હોય છે ખુલી ગટરના ઢાંકણાઓ અને ઉભરાતી ગટરના પાણીના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકોને અતિ હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. ત્યારે તેઓ જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીના માધાપર વિસ્તારમાં ગતરોજ પડેલ વરસાદ બાદ, ત્યાં ખુલી ગટરના ઢાંકણામાં રીક્ષા ખાબકી હતી ત્યારે રીક્ષા નું આગળનું ટાયર એ ખાડામાં ધસાઈ ગયું હતું જેના કારણે રિક્ષાચાલક ને અતિ મુશ્કેલીઓ પડી હતી. તો બીજી તરફ એ જ વિસ્તારમાં આવડા મોટા ખાડા ના કારણે વાહન ચાલકોને અતિ હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. અને જો આ ખાડાના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને કોઈ ઈજા પામે તો તેના માટે જવાબદાર કોણે ગણી શકાય તેવા સવાલો પણ હાલ મોરબીવાસીઓ ઉઠાવી રહ્યા છે, સાથે રસ્તા પરના મોટા ખાડા ને જોઈને નગરપાલિકાની બેદરકારી તો ૧૦૦% ગણી શકાય