મોરબીના શોભેશ્વર રોડ પર મફતીયાપરા વિસ્તારમાં ચાર શખ્સો મળીને બે યુવાન ઉપર ત્રિકમથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ચારેય શખ્શ વિરૂધ ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર બાબા આંબેડકર હોસ્ટેલ સામે રહેતા તેજસભાઈ જીવરાજભાઈ મકવાણાએ આરોપીઓ વિપુલ ઉર્ફે ટકો ઉર્ફે હિતેશ ભરવાડ, સંજય ઉર્ફે ભુરો ભરવાડ, દુદો ભરવાડ, શૈલેશભાઇ ભરવાડ (રહે.મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.17 ના રોજ ફરીયાદી તેજશ પોતાનું બાઈક લઇને શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ ફરીયાદીનું બાઈક રોકી તેને એક રૂમમાં લઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી બાદ આરોપીઓએ ફરીયાદીના રહેણાક મકાને જઇ સાહેદોને ઢીકાપાટુનો માર મારી તેમજ સાહેદ કોકીલાબેનને માથામાં ત્રીકમ મારી અને ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મારામારીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.