મોરબીના મકરાણીવાસમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના મકરાણીવાસમાં પોલીસ લાઇન કન્યા છાત્રાલય વાળી ગલીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના મકરાણીવાસમાં પોલીસ લાઇન કન્યા છાત્રાલય વાળી ગલીમાંથી અકરમભાઈ મહેબુબભાઈ શાહમદાર (ઉ.વ.૨૦) રહે મકરાણીવાસ મદીનાચોક મસ્જીદની બાજુમાં મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં.રૂ. ૩૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.