મોરબી તાલુકાના નવા મકનસર ગામે દુકાન તથા રહેણાંક મકાનમાંથી આયુર્વેદીક હર્બલ ટોનીકની 9,220 તથા મોબાઇલ ફોન મળી કુલ.રૂ.7,88,300 ના મુદ્દામાલ સાથે એક શખ્શને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે.
મોરબી એલસીબી ટીમના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણાને મળેલ બાતમી આધારે નવા મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા પોતાની દુકાન તથા રહેણાંક મકાને આયુર્વેદીક હર્બલ ટોનીક્નો જથ્થો ગે.કા.રીતે બીલ, આધાર વગર રાખી તેનું વેચાણ કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા (રહે. નવામકનસર તા.જી. મોરબી) વાળાના કબ્જા ભોગવટા વાળી દુકાન તથા રહેણાંક મકાનેથી ગે.કા.રીતે બીલ કે આધાર પુરાવા વગરની આયુર્વેદીક હર્બલ ટોનીકની નાની-મોટી બોટલો નંગ-9,220 (કિ.રૂ. 7,83300) તથા મોબાઇલ ફોન નંગ-1 (કિ.રૂ.5000) નો મળી કુલ રૂ.7,88,000 નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ., એન.બી.ડાભી પો.સબ.ઇન્સ.એલ.સી.બી.મોરબી,તથા એલ.સી.બી. મોરબીના પો હેડ કોન્સ. દિલીપ ચૌધરી, શકિતસિંહ ઝાલા,પો કોન્સ. ભરતભાઇ જીલરીયા, તથા પેરોલ ફર્લો સ્કવોડના પો હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા, તથા AHTU ના પો હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા વિગેરે જોડાયા હતા.