મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પ્રથમ દરોડામાં મોરબી તાલુકાના મકનસર ગામે સંતોષ ટ્રાન્સપોર્ટ ઓફિસની પાછળ જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ચેતનભાઇ ચંન્દુભાઇ ઘાટેલીયા ઉ.વ.૨૬, જીતેશભાઇ વીરજીભાઇ થરેસા ઉ.વ.૨૬ રહે. નવા મકનસર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે બીજા દરોડામાં મોરબીના નવા મકનસર ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો મહેશભાઇ ધીરૂભાઇ દેગામા ઉ.વ.૨૮, વેલજીભાઇ ભીખાભાઇ ચૌહાણ ઉ.વ.૩૮ રહે. નવા મકનસર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તમાંમ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.