મોરબી એલસીબી પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે મોરબીના ભડીયાદ રોડ ઉપર આંબેડકર કોલોની સામેથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી થઈ હતી. જે બાઇક સાથે શખ્સ નજરબાગ ફાટક પાસે ઉભો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે ચોરાઉ બાઈક સાથે અશોકભાઈ ગાંડુભાઈ ઉઘરેજા (ઉવ.૩૫) રહે. નવા વધાસીયા તા.વાંકાનેરવાળાને ઝડપી લઈ આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.