મોરબીના ભક્તિનગર બાયપાસ નજીક આજે રાત્રીના સુમારે એક કારમાં આવેલ શખ્શોએ ધડાધડ ફાયરીંગ કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ ફાયરીંગ ત્રણ વ્યક્તિ પર કરવામાં આવ્યું હતું હોવાની માહિતી પ્રાપ્ત થય રહી છે. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. તો અન્ય બેને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા બાયપાસ પાસેના સીટી મોલ પાસે એક કાર આવી હોય જે કારમાં આવેલા શખ્શોએ અહી રહેલા ત્રણ વ્યક્તિઓ પર આડેધડ ફાયરીંગ કર્યું હતું. અને ફાયરીંગ કરીને કારમાં આવેલા શખ્શો નાસી ગયા હતા. વધુમાં મળતી માહિતી મુજબ આ ફાયરીંગની ઘટનામાં હનીફ ગુલામભાઇ કાસમાણી ઉર્ફે મમુદાઢીનું મોત નિપજ્યું હોવાનું જણાયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં એ ડીવીઝન, એલસીબી અને ડીવાયએસપી રાધિકા ભારાઇ સહિત પોલીસ ટીમ પહોંચી હતી. તેમજ ખાનગી હોસ્પીટલ ખાતે લોકોના ટોળા એકત્રિત થયા હતા. હાલ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
