મોરબી: મોરબી તાલુકાના બેલા ગામે આવેલ કસ્યપ સીરામીક સો રુમ. સીએનજી પંપ પાસે શોટ લાગતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ.
મળતી માહિતી મુજબ મોરબીનાં રણછોડનગરમાં રહેતા સંજયભાઈ લાખાભાઇ બકુત્રા (ઉ.વ.૩૮,રહે ) મોરબી તાલુકાના બેલા ગામમાં કસ્યપ સીરામીક સો. રુમ, સી.એન.જી. પંપની બાજુમા ઇલેકટ્રીક શોટ લાગતા તેનું મૃત્યુ નીપજયું હતું. મોરબીની સીવીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.