મોરબીના બેલા ગામની સીમમાં આવેલ શ્રી ક્રિષ્ના પેન્ટ પેક કારખાનાની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા 6 પતા પ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં શ્રી ક્રિષ્ના પ્રિન્ટ પેક કારખાનાની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેથી મોરબી તાલુકા પોલીસે રેડ પાડી જુગાર રમતા અશ્વિનભાઈ ગોરધનભાઈ કાવર (રહે. રવાપર રોડ બાપા સીતારામ ચોક રીલાયન્સ બ્લોક નં-૩૦૨.મોરબી), હરેશભાઈ મગનભાઈ વડસોલા (રહે.રવાપર રોડ બાપા સીતારામ ચોક અમૃત સોસાયટી મોરબી-૧), સંજયભાઈ દેવજીભાઈ લોરીયા (રહે. નવી પીપળી ટાવર પાસે.મોરબી), રોહિતભાઈ જયંતિભાઈ કુનપરા (રહે.નવી પીપળી ટાવર પાસે મોરબી) પાર્થભાઈ રમેશભાઈ કાવર (રહે.નવી પીપળી મંદિર વાળી શેરી. મોરબી), સુરેશભાઈ મગનભાઈ જેઠાલોજા (રહે. નવી પીપળી ટાવર પાસે મોરબી)ને રોકડ રકમ રૂ. 51,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.