મોરબીમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિને કારણે તમામ હોસ્પિટલોમા એકેય બેડ ખાલી ન હોવાથી દર્દીઓની નાજુક હાલત સર્જાઈ છે. આવા કપરા સંજોગોમાં મોરબીમાં જય અંબે સેવા ગ્રુપ દ્વારા સર્વ સમાજ માટે જય અંબે કોરોના કેર સેન્ટરનો આવતીકાલથી શરૂ કરવામાં આવશે.
કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને તથા મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઇ કૈલાની આગેવાનીમાં આવતીકાલે તા.16 એપ્રિલના સવારે 10 કલાકે મોરબીના બેલા ગામે પટેલ સમાજની વાડી ખાતે જય અંબે કોરોના કેર સેન્ટર કાર્યરત કરાશે. જેમાં ડોક્ટર, નર્સિંગ અને સ્લીપર સ્ટાફની ખડેપગે રહેશે. તેમજ દર્દીઓને ઘર જેવું પૌષ્ટિક ભોજન તેમજ સવાર સાંજ ચા-નાસ્તો અને જ્યુસની નિ:શુલ્ક વ્યવસ્થા કરી અપાશે. તેમજ 24 કલાક એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ રહેશે.
જય અંબે કોરોના કેર સેન્ટરમાં દર્દીએ પોતાનું આધાર કાર્ડ, પોઝીટીવ રિપોર્ટ અથવા સિટી સ્કેન રીપોર્ટ, કોવિડ પ્રોફાઇલ રીપોર્ટ, અગાઉ ડોક્ટરને બતાવેલ હોય તેના કાગળો, જરૂરી કપડાં તથા ટુવાલ, કાયમી લેતા હોય તે દવાઓ, ઓઢવા માટેની ચાદર અને ઓછાળ સાથે રાખવા તેમ વધુ માહિતી માટે હેલ્પલાઇન મો.70165 83070 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.