મોરબીના બીલીયા ગામે તૈકેત વાવાઝોડાના પગલે તકેદારી સુચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામ પંચાયત સરપંચ દ્વારા તા.17 થી 18ના સંભવીત તૈકેત વાવાઝોડાની અસર માટે તકેદારીના ભાગરૂપે ગામમાં કાચા નળીયાવાળા તથા પતળાવાળા મકાનમાં રહેતા લોકોએ જરૂર પડે તો બીલીયા પ્રાથમિક શાળા કે પંચાયત ઘરમાં આશરો લેવો
તેમજ માલધારી કે પશુપાલન સાથે સંકળાયેલ તમામે પોતાના ઢોર, પશુ માલને ઇલેક્ટ્રીક થાંભલા તથા ઝાડથી દુર ખુલ્લામાં રાખવા, તેમજ 17 અને 18 તારીખના રોજ જરૂરી કામ શિવાય બહાર શ નીકળવું, ઘરમાં ઇલેક્ટ્રીક ઉપકરણો બંધ રાખવા, નદી કાંઠા વિસ્તારમાં અવરજવર કરવી નહી, તેમજ જરુર જણાય ત્યાં સંરપંચ તથા મંત્રી વડાવીયાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.