Tuesday, April 22, 2025

મોરબીના બિલિયા પ્રાથમિક શાળામાં “સ્વાધીનતા કા અમૃત મહોત્સવ” અંતર્ગત વેશભૂષા કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

બિલિયા શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત
અંતર્ગત વેશભૂષા કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓએ ભારતમાતા, દેવી,દેવતા,સતી,સંતો,મહંતો ક્રાંતિકારી, દેશનેતાઓની વેશભૂષા ધારણ કરી.

ભારતને સ્વાધીનતા પ્રાપ્ત થઈ એને 75 પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સ્વતંત્ર ભારતમાં જન્મી, ઉછરી અને મોટી થયેલ પેઢી તેમજ નાના બાળકો સ્વતંત્ર સંગ્રામમાં જેમને અમૂલ્ય યોગદાન આપેલ છે જેઓએ દેશ માટે વર્ષો સુધી જેલ ભોગવી છે.અનેક યાતનાઓ ભોગવી છે.ફાંસીના માંચડે લટકી પ્રાણની આહુતિ આપેલ છે એવા શહીદવીરો,

ક્રાંતિકારીઓ,દેશનેતાઓની બલિદાનનની ગાથાઓને જાણે સમજે એમના આદર્શો, મૂલ્યો જીવનમાં ઉતારે,તેમજ ભવ્ય ભારતમાં અવતરણ પામેલા દેવી દેવતાઓ, સતીઓ,સંતો, મહંતોના જીવન કવનથી વાકેફ થાય અને વિદ્યાર્થીઓમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગ્રત થાય એ માટે શાળાના તમામ બાળકોએ દેશનેતાઓ, સાધુ,સંતો,દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી કાર્યક્રમમાં ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW