મોરબીના પીપળી ગામે ભુગર્ભ ગટરનો યોગ્ય નિકાલ અને ઘુંટુ રોડ ઉપર આવેલ આઈ ટી આઈ પાસેના રોડથી નવી પીપળી રોડને જોડતા રોડને આર.સી.સી કરવા બાબતે મોરબી વિશ્વ હિન્દુ પરીષદના મંત્રી કમલભાઈ દવેએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
તેમણે લેખિત રજુઆતાં જણાવ્યું હતું કે, પીપળી ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલ શાંતિનગર અને ધર્મગંગા સોસાયટીની ભૂગર્ભ લાઈન ની ગ્રાન્ટ પાસ થયેલ અને તે લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું પણ તે લાઈનને શાંતિનગર પાછળ આવેલ વોકરમાં ભુગર્ભ લાઈનને ખુલી છોડવામાં આવતા ત્યાંના સ્થાનિક રહેવસીઓ અને રાહદારીઓના આરોગ્ય સાથે છેડા કરવાનો અધીકારીઓ દ્વારા સડયંત્ર આ કામને તાત્કાલિકના ધોરણે અટકાવી યોગ્ય નિકાલ કરવો અને બીજી કોઈ પણ સોસાયટીની ભૂગર્ભ લાઈન આ વોકરામાંનો નાખવામાં આવે તેવી રજૂઆત કરી છે.
સાથે ઘુંટુ રોડ ઉપર આવેલ પીપળી ગ્રામ પંચાયતના સર્વેમાં આઈ ટી આઈ પાસેના રોડથી નવી પીપળી રોડને જોડતા રોડને આર.સી.સી કરવા કરવા આ માર્ગ ઉપરથી નવી પીપળી ગામને જોડતી 5 થી 6 સોસાયટીઓના રહેવાસીઓને થતી અગવડતા અને તે રોડ ઉપરથી ત્યાંના રહેવાસીઓને તે રોડ ઉપર અવાર નવાર અકસ્માતનો ભોગ બને છે. જેથી આ રોડને આરસીસી રોડ કરવો અને ત્યાં સ્ટ્રીટ લાઈટ મુકવાથી તે રોડ ઉપર મહેન્દ્રનગર ચોકડી થતા ટ્રાફિકને પણ ડ્રાઈવડ કરી શકાય આ રોડને તાત્કાલિકના ધોરણે મંજુર કરવા માંગ કરી છે.
