મોરબી તાલુકાના પાનેલી ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના પાનેલી ગામે તળાવમાં ડૂબી જવાથી રૂડાભાઇ અરજણભાઇ ટીડાણી (ઉ.વ.૫૦) નામના આધેડનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી આગળ વધુ તપાસ શરૂ કરી છે.