મોરબીમાં કોરોના મહામારીને પગલે જોધપર નદી ખાતે પાટીદાર સમાજ દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોય જેમાં 300 બેડની વ્યવસ્થા કરવામા આવી છે. અને હાલ 300 બેડ હાઉસફુલ થય ગયા છે. જ્યાં કોરોના દર્દીઓને સારવાર અપાઇ રહી છે. ત્યારે પાટીદાર કોરોના કેર સેન્ટરના આખા બિલ્ડીંગને સેનેટાઈઝ કરાયું હતું
મોરબીના પાટીદાર કોરોના કેસ સેન્ટરના બિલ્ડીંગને સેનેટાઈઝ કરવા માટે આર્પટન ઈંટરનેશનલના અર્પીતભાઈ પલાણ દ્વારા વિનામુલ્યે સેવા આપવામાં આવી હતી. પાટીદાર કોરોના કેર સેન્ટરના તમામ રૂમ ઉપરાંત લોબી, ગ્રાઉન્ડ સહીત આખા પરિસરને સેનેટાઈઝ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.
