Friday, April 25, 2025

મોરબીના નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નેશનલ હાઇવે રોડ ઉપર પ્રેમજીનગર પાસે નેશનલ કારખાના સામે ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારતાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે મૃતકના પીતાએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે રહેતા બટુકભાઈ ગાંડાભાઈ લાઘણોજા (ઉ.વ.૪૭)એ ટ્રક નં-MH-23-AU-5222ના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગઈ કાલે તા.૨૯ના રોજ ફરીયાદીના દિકરા ચંદ્રકાંત તથા સાહેદ વિજયભાઈ અને ટ્રેકટરનો ડ્રાઈવર એમ ત્રણેય જણા જતા હોય ત્યારે ટ્રેક્ટરના આગળના વ્હીલમાં પંચર થયેલ હોય તે ખોલતા હતા તે દરમ્યાન મોરબીનાં નેશનલ હાઇવે રોડ ઉપર પ્રેમજીનગર પાસે નેશનલ કારખાના સામે મોરબી તરફથી આવતા ટ્રક નં-MH-23-AU-5222 નો ચાલક ફુલ સ્પીડમાં બેદરકારીથી ચલાવી ટ્રેક્ટરની ટોલી સાથે તેમજ ટ્રેક્ટરના આગળનું વ્હીલ ત્રણે બદલતા હોય તેમની સાથે ભટકાતા ફરીયાદીના દિકરા ચંદ્રકાંતભાઈનેં માથામાં તથા છાતીના ભાગે ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અને સાહેદોને નાની મોટી ઈજાઓ પહોચી હતી. આ બનાવ અંગે મૃતકના પીતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,386

TRENDING NOW