મોરબી હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ નજીક મોરબી તાલુકા પોલીસ વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન હળવદ તરફથી આવતી કારને રોકવા જતા કારચાલક કાર લઈને નાસી છૂટ્યો હતો જેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને નીચી માંડલથી રાતાભેર જવાના રસ્તેથી કારને પોલીસે ઝડપી લીધી હતી અને કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જોકે કારચાલક તો કાર રેઢી મૂકીને નાસી ગયો હતો.

મોરબી તાલુકા પોલીસ ટીમ મોરબી હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ નજીક વાહન ચેકિંગ કરતી હોય ત્યારે હળવદ તરફથી આવતી કાર રોકવા જતા કારચાલક કાર લઈને નાસી ગયો હતો જેથી કારનો પોલીસે પીછો કરતા કારચાલક નીચી માંડલથી રાતાભેર જવાના રસ્તે કાર GJ-01-HG-9320 મુકીને નાસી ગયો હતો જે કારની પોલીસે તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની 70 બોટલ (કીં.રૂ. 26,250) મળી આવી હતી જેથી પોલીસે કાર અને દારૂ સહીત કુલ રૂ. 1,26,250 નો મુદામાલ કબ્જે કરીને આરોપી કારચાલકની શોધખોળ આદરી છે.