મોરબી તાલુકાના નીચી માંડલ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીને રૂ.૨.૪૨ લાખની રોકડ રકમ સાથે એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નીચી માંડલ ગામે પાધરડુ સીમ તરીકે ઓળખાતી સીમમાં દિલીપભાઈ વલમજીભાઇ પટેલ પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોય જે બાતમીને આધારે ટીમે જુગારધામ પર દરોડો કર્યો હતો. અને જુગાર રમતા દિલીપભાઈ વલમજીભાઈ કુંડારિયા (રહે.નીચી માંડલ), અશ્વિનભાઈ મનસુખભાઈ અઘારા (રહે.જેતપર (મચ્છુ), ભાવેશભાઈ ભગવાનજીભાઈ મેરજા (રહે. પંચાસર રોડ શ્રીમદ રાજ સોસાયટી), ભગવાનજીભાઈ રૂપાભાઇ અમૃતિયા (રહે.જેતપર (મચ્છુ), હરેશભાઈ ગોવિંદભાઈ મેરજા (રહે.બગથળા બસ સ્ટેન્ડ પાસે), રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા (રહે બગથળા નકલંક પાર્ક સોસાયટી) અને હરીશભાઈ ઉર્ફે હસું થોભણભાઈ દેત્રોજા (રહે.રાજનગર સત્યમ હોલ વાળી શેરી મોરબી) એમ સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨,૪૨,૫૦૦ જપ્ત કરી સાતેય પત્તાપ્રેમી વિરૂધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.