મોરબીના નાની વાવડી ગામે ઈંગ્લીશ દારૂની 5 બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના નાની વાવડી ગામે પ્રાથમિક શાળા નજીકથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે પ્રાથમિક શાળા નજીકથી આરોપી વિવેકભાઈ બળવંતભાઈ વાઘેલા રહે રણછોડનગર મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૫ કિ.રૂ.૧૮૭૫/-ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.