મોરબીમાં હાલ કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. પણ કેટલાક ગામ કે કેટલાક લોકો હજુ પણ વેકસિનથી દુર ભાગે છે.
ત્યારે મોરબીના નાના એવા સોખડા ગામમાં લોકો ખેતીવાડીનું કામ છોડી કતારમાં ઉભા રહી 120 લોકોએ રસીકરણ કરાવી ખરા અર્થમાં રસિકરણ ઉત્સવમાં ભાગ લઈ અન્ય લોકો માટે પ્રેરણા પુરી પાડેલ છે. અને આ તકે રસીકરણ કરાવવા બદલ હીરાભાઈ ટમારિયા ચેરમેન જિલ્લા આરોગ્ય સમિતિ તેમજ જે.એમ.કતીરા જિલ્લા આરોગ્ય અધિકારી અને લોકોના આરોગ્ય માટે દેવદૂત સમાન તમામ ડોકટરનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કરેલ છે.