મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી ગત તા. ૦૩ ના રોજ 1 થી 2 વર્ષનું એક બાળક મળી આવ્યું હતું. અને પરિવારથી વિખૂટું પડ્યું હોય જે મળી આવતાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસના એએસઆઇ રાજદિપસિંહ રાણાએ તથા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી. અને બાળકના પિતાને શોધીને બાળક પરિવારને સોપવામાં આવ્યું હતું. ત્યારે પિતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.