મોરબી : મોરબીની નવયુગ કોલેજમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા મોટિવેશનલ સેમિનાર તથા એક્ઝિબિશન યોજાયું હતું. ગુજરાતના યુવાનો એરફોર્સથી માહિતગાર થાય, જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે હેતુથી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય એરફોર્સ દિલ્લી તથા જામનગર બેઝ કેમ્પના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં વિંગ કમાન્ડર દિપક ગર્ગ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી તથા વિદ્યાર્થીઓને ઇંડિયન એર ફોર્સમાં કેવી રીતે જોડાવું? કેટલો અભ્યાસ જરૂરી છે ? ફિઝિકલ ફિટનેશ, જોડાવા માટેની વિવિધ પરીક્ષાઓ, મળતી સવલતો જેવી બાબતોથી માહિતગાર કર્યા. સાથે વિંગ કમાન્ડર એન.સી. રામ, વિંગ કમાન્ડર દિપક ગર્ગ, ફ્લાઇટ લેફટનન્ટ ગજેન્દ્રસિંહ, ફ્લાઇટ લેફટનન્ટ અર્પણા કન્વર જોડાયા હતા.
આ સાથે IPEV ( ઇન્ડકશન પબ્લિસિટી એગ્ઝિબિશન વ્હેકલ) / મોબાઇલ એક્ઝિબિશન બસ દ્વારા લેટેસ્ટ એરક્રાફ્ટ મોડેલ, ફાઇટ સિમ્યુલેટર, G-suits, કેરિયર માર્ગદર્શન, તેમજ ઇન્ડિયન એરફોર્સના ફાઇટર કોકપીટનો અનુભવ વિદ્યાર્થીઓને કરાવેલ હતો. આ કાર્યક્રમ નવયુગ કોલેજ માં કરવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ ભારતીય વાયુ સેનાનો આભાર વ્યક્ત કર્યો.