Tuesday, April 22, 2025

મોરબીના ત્રાજપર ખારીમા યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ત્રાજપર ખારીમા યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ ત્રાજપર ખારીમા યુવકે દેવરાજને ગાળો આપતા આરોપીઓ ઠપકો આપવા જતાં યુવકનું ઢીકાપાટુનો તેમજ લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ત્રાજપર ખારીમા રહેતા જગદીશભાઇ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઈ ડાભી (ઉ.વ.૪૦) એ આરોપી ભરતભાઈ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઈ ડાભી, રંજનબેન ભરતભાઈ ડાભી, તથા નિલેશભાઈ ભરતભાઈ ડાભી રહે. ત્રાજપર ખારી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી એ આરોપીના દિકરા દેવરાજને ગાળો આપતા આરોપીઓ ઠપકો આપવા જતા આરોપીઓએ ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વતી માર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW