મોરબીમાં ત્રાજપર ચોરાવાળી શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે બી ડીવીઝન પોલીસ ટીમે રેડ કરી 3 મહિલા સહિત 6 પત્તાપ્રેમીને જુગાર રમતા ઝડપી લીધા હતા.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ્ટેબલ ડી.એચ.બાવળીયા તથા પોલીસ ટીમને મળેલ બાતમી આધારે ત્રાજપર ચોરાવાળી શેરીમાં જુગાર રમતા મહાદેવભાઇ રતાભાઇ બારૈયા (રહે.ત્રાજપર ચોરાવાળી શેરી મોરબી-૨), સુનિલભાઇ દેલીપભાઇ ભીમદુકીયા (રહે.ભડિયાદ રામાપીર ઢોળા પાસે મોરબી), નરેશભાઇ નવઘણભાઇ કુંવરીયા (રહે.ત્રાજપર શંકરના મંદિરવાળી શેરી મોરબી-૨), કુંવરબેન ઘેલાભાઇ ચારોલા (રહે.લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાછળ મોરબી), હંસાબેન કેશાભાઇ વરણીયા (રહે.ત્રાજપર ચોરાવાળી શેરી મોરબી) અને મંજુબેન નવઘણભાઇ કુંવરીયા (રહે.ત્રાજપર શંકરમંદિર વાળી શેરી મોરબી)ને રેડ કરી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે જુગારની રોકડ રકમ રૂ.૨૬,૫૦૦ કબ્જે કરી છયે સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.