મોરબી : રશિયા- યુક્રેન વચ્ચેના તણાવમાં હજારો ભારતિય વિદ્યાર્થીઓ ફસાયા છે. તેવામાં મોરબીનો એક વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર તંત્રએ રાહત નિયામકને જાણ કરી છે.મોરબીના રવાપર રોડ ઉપર રહેતા દીપકભાઈ દવેના પુત્ર કુલદીપ દવે યુક્રેનના ટર્નોપિલ ખાતે એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે. તેવામાં રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતા યુક્રેનમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ છે. જેના કારણે કુલદીપ દવે ત્યાં ફસાયા છે. આ અંગે તેમના પરિવારે મોરબી જિલ્લા કલેક્ટરને જાણ કરી છે. જેથી અધિક કલેક્ટરે આ મામલે રાજ્યના રાહત નિયામકને જાણ કરી છે.