મોરબીના જોન્સનગર પાછળ આવેલ તળાવ નજીક બાવળની કાંટ માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના જોન્સનગર પાછળ આવેલ તળાવ પાસે બાવળની કાંટમાંથી વિદેશી દારૂની બોટલ નંગ.15 (કિં રૂ,16,425) ના મુદામાલ આરોપી સલીમભાઈ ગુલામહુશેનભાઈ ભટ્ટી પોતાના કબ્જા વેચાણ કરવાના ઈરાદે મળી આવતા એ ડીવીઝન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અને આરોપી સલીમ વિરૂધ ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .