મોરબી શહેર અને જિલ્લામાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોરબીના જેપુર ગામે માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં હાલમાં સેવા એજ સંપત્તિના ઉદ્દેશ્યથી મોરબી જિલ્લા પંચાયત સદસ્ય અને સેવાભાવી યુવા અજયભાઇ લોરિયા દ્વારા પોતાના કાર્યાલય ખાતે નિ:શુલ્ક માસ્ક અને સેનિટાઇઝર વિતરણ કરવામાં આવી રહ્યા છે. અને અજયભાઇ લોરિયા દ્વારા મોરબી જિલ્લાના તમામ ગામના સંરપંચોને માસ્ક અને સેનિટાઇઝર લઇ ઘર-ઘર સુધી પહોંચાડવા જણાવાયું હતું. જેથી તેમના સહયોગથી મોરબીના જેપુર ગ્રામ પંચાયતના ઉપસંરપંચ મનસુખભાઇ સાણજા અને મહેશભાઇ કાવઠીયા દ્વારા જેપુર ગામમાં જાગૃતિ સાથે ઘરે-ઘરે જઇને માસ્ક અને સેનિટાઇઝર વિતરણ કરવામાં આવ્યું હતું.