મોરબી: મોરબી જેતપર રોડ રંગપર ગામની સીમ નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. રીક્ષા બાઈક સાથે અથડાતા બાઈક સવાર રોડ પર પડી જતાં તેની પર ટ્રેલરનુ વ્હીલ ફરી વળતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમ સોચ સિરામિકમાં રહેતા આશીષભાઈ દ્વિવેદી (ઉ.વ.૨૬.મુળ.રહે ઉતરપ્રદેશ)એ આરોપી ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગઈકાલના રોજ આરોપી ટ્રક ટ્રેલઇર નં-GJ-12-BV-6122ના ચાલકે પોતાનું ટ્રેઈલર પુર ઝડપે ચલાવી ફરીયાદી પોતાના મોટરસાયકલ નં-UP-65-BB-0280 સાથે રોડ ક્રોસ કરવા જતાં હોય ઓંચીતા ઓટો રીક્ષા આવી જતાં બાઈક ટચ થતાં ફરીયાદી તથા સાથી બાઈક સાથે રોડ પર પડી જતાં ફરીયાદી તથા તેની પાછળ બેઠેલા સાથી ચિરાગભાઈ મનસુખભાઈ ચાવડા બંનેને હડફેટે લેતાં ફરીયાદીને સામાન્ય ઈજા તથા ચિરાગભાઈને માથે ટ્રક ટ્રેઈલરનુ વ્હીલ ફરી વળતાં ચિરાગભાઈ નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવમાં આશીષભાઈએ ટ્રક ટ્રેઈલર ચલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ પરથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.